હળવદના યુવાનોનો ગૌ પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ગાયોની સેવા ?

હાઈટેક યુગમાં હળવદના 35 જેટલા યુવાનો કરે છે ગૌસેવા

 

હાઈટેક યુગમાં આજનો યુવાન સોશિયલ મીડિયામાં મશગૂલ હોય છે, ત્યારે હળવદના 35 જેટલા યુવાનો નિસ્વાર્થભાવે સુંદરકાંડ પાઠનું આયોજન કરી ગાયોની સેવા કરે છે. તાજેતરમાં હળવદના યુવા અને તરવૈયા સ્વ. જીજ્ઞેશ રાવલના જન્મદિવસ નિમિતે સુંદરકાંડ પરિવાર દ્વારા 232માં સુંદરકાંડ પાઠનું સમૂહ ગાન કરાયું હતું. આ પાઠમાં આવતી તમામ રકમ ગાયની સેવામાં વાપરવામાં આવી છે. આ પ્રસંગે ચીતરંગભાઈ ઠાકર, મહેશભાઈ ઠક્કર, મયુરભાઈ મહેતા, પરેશભાઈ, જતીનભાઈ વગેરેએ સંગીતમય શૈલી પીરસી હતી. આ પાઠમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat