મોરબી જીલ્લા મહેસુલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
૧૪ માંગણીઓ અંગે અચોક્કસ મુદતની હડતાલ શરુ, ૨૦૦ કર્મચારીઓ જોડાયા


ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહા મંડળ દ્વારા પડતર માંગણીઓ અંગે હડતાલના એલાનને પગલે આજથી મોરબી જીલ્લાના ૨૦૦ મહેસુલ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અગાઉ આવેદન અને માસ સીએલ બાદ આજથી મહેસુલ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ શરુ કરી દીધી છે
મોરબી જીલ્લા મહેસુલ કર્મચારી મંડળના કર્મચારીઓ દ્વારા આજે તાલુકા સેવા સદન ગ્રાઉન્ડમાં આજે એક દિવસની ભૂખ હડતાલ સાથે અચોક્કસ મુદતની હડતાલ શરુ કરી છે હડતાલ અંગે મોરબી જીલ્લા મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ હિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે ૧૪ માંગણીઓને લઈને તા. ૦૧ ના રોજ આવેદન પાઠવ્યું હતું, તા. ૦૫ ના રોજ માસ સીએલ બાદ પણ માંગણીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ નહિ મળતા આજથી અચોક્કસ મુદતની હડતાલ શરુ કરવામાં આવી છે
મોરબી જીલ્લાના ૨૦૦ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે વિવિધ માંગણીઓ જેવી કે મહામંડળ દ્વારા પત્રથી જે રજૂઆત કરી છે તે તમામ બાબતો/કામગીરી તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે. વર્ષ ૨૦૧૨ ના સીધી ભરતીના નાયબ મામલતદારને પાત્રતા મુજબ રી એડજસ્ટમેન્ટ ડેટ (વર્ષ ૨૦૨૦) નો લાભ આપીને સિનીયોરીટી આખરી કરવી અને નવી કીઓ ભરતી પહેલા તમામ કર્મચારીઓને મામલતદાર સંવર્ગમાં બઢતી આપવી જીલ્લા ફેરબદલી અંગે NOC પ્રથા બંધ કરી ઓનલાઈન પોર્ટલ મારફતે જીલ્લા ફેરબદલી થાય તેવી પારદર્શિતા દાખલ કરવી. નાયબ મામલતદાર અને મામલતદાર સંવર્ગની સીધી ભરતીની પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે સહિતની ૧૪ માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે


