મોરબી જીલ્લા પોલીસે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓને કાયદાનું ભાન કરાવ્યું

મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ કરવા માટે એક વિશાળ ‘ડે-કોમ્બિંગ’ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ૧૦ જેટલી ટીમો બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો, પ્રોહિબિશનના બુટલેગરો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ વ્યાપક કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

આ સફળ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો પર કડક નજર રાખવામાં આવી હતી, જેમાં ૨૫ સક્રિય પ્રોહિબિશન બુટલેગરો, ૦૮ જાણીતા જુગારીઓ, ૩૦ ટપોરીઓ, ૩૩ એમ.સી.આર. ધારકો અને ૦૮ હિસ્ટ્રીશીટરોને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા પ્રોહિબિશનના ૦૪ સફળ કેસો કરવામાં આવ્યા હતા અને જાહેરનામા ભંગનો ૦૧ કેસ નોંધવામાં આવ્યો હતો.

ટ્રાફિક ડ્રાઇવ અને વાહન ચેકિંગ અંતર્ગત પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી, જેમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવી નીકળેલા ૦૨ ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રોહિબિશન હેઠળ દારૂ પીવાના ૦૨ કેસો નોંધાયા હતા. આ સાથે જ, નિયમ વિરુદ્ધ દોડતા ૧૧ વાહનોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા કુલ ૭૨ વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ ૩૦,૫૦૦ નો દંડ વસૂલ કરીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.