


ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની જાહેરાત થઇ છે. ચૂંટણીલક્ષી વિવિધ 5 સમિતીની રચના કરાઈ છે.નવા ૧૩ શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરાઈ છે. જેમાં ૧૦ ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવકત્તાની જાહેરાત કરવામાં આવી છે. ૬૩ મંત્રી,૪ એકઝીક્યુટીવ સભ્યોની નિમણુંક પણ કરવામાં આવી છે.આ માળખામાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાને ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવતા મોરબી જીલ્લા કોંગ્રેસ આંદોત્સવ મનાવી રહ્યા છે.

