


ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની જાહેરાત થઇ છે.જેમાં ચુંટણી લક્ષી વિવિધ ૫ સમિતિ રચવામાં આવી છે.તેમાં મોરબી જીલ્લા કોંગેસ પ્રમુખને મહામંત્રી તરીકે નિમણુક કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની જગ્યા ખાલી પડી હતી.ટંકારા કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાને મોરબી જીલ્લા પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.લલિત કગથરાને મોરબી જીલ્લા પ્રમુખ તરીકે નીમવામાં આવતા ટંકારા તાલુકા કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

