મોરબી જીલ્લા કલેકટરે સેવા સદનમાં અલગ અલગ વિભાગની ઓફિસોમાં ચેકિંગ કર્યું, સ્ટાફ હાજરી-રેકોર્ડની ચકાસણી

 

મોરબી જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે સક્રિય અને કડક અધિકારીની છાપ ધરાવે છે અગાઉ મહાનગરપાલિકા ખાતે તેઓએ નોંધપાત્ર કામગીરી કર્યા બાદ હાલ તેઓ મોરબી જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અગાઉના જીલ્લા કલેકટરો જે એસી ઓફિસની બહાર જ નીકળતા ના હતા તેનાથી વિપરીત સ્વપ્નીલ ખરે પોતાની ઓફીસ કરતા ફિલ્ડમાં વધુ કામગીરી કરતા નજરે પડે છે

 

જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે અવારનવાર સરપ્રાઈઝ વિઝીટ કરી વિવિધ સરકારી વિભાગો બરોબર કામગીરી કરે છે કે નહિ, નિયમોનું પાલન થાય છે કે નહિ તેની જાત ચકાસણી કરવા ટેવાયેલા છે આજે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરેએ સેવા સદનમાં વિવિધ વિભાગોની ઓફિસમાં ચેકિંગ કામગીરી કરી હતી કલેકટર સેવા સદન ખાતે કાર્યરત માહિતી કચેરી, રોજગાર કચેરી સહિતની ઓફિસોમાં આકસ્મિક મુલાકાત લીધી હતી

 

જે મુલાકાતમાં કલેકટર દ્વારા સ્ટાફની હાજરી, રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી સરકારી ઓફિસમાં ખામી જણાતા જરૂરી સુચનાઓ આપી હતી કલેકટરની અવારનવાર આકસ્મિક મુલાકાતોને પગલે કામચોર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે તો જીલ્લા કલેકટરની સક્રિયતાને જીલ્લાના નાગરિકો બિરદાવી રહ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.