

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાની ટીમ આજે અવની ચોકડી વિસ્તારમાં મેદાને ઉતરી હતી અને ટ્રાફિકને નડતરરૂપ લારી-ગલ્લા રાખનાર આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો આજે ટીમે કુલ ૧૧ લારી ધારકોને દંડ ફટકાર્યો હતો
મહાનાગપ્રલીકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા આજે રસ્તા પર નડતરરૂપ લારી રાખનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી અવની ચોકડી આસપાસના વિસ્તારમાં રોડ પર લારી રાખનાર ૧૧ આસામીઓને રૂ ૨૨૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં લારી રસ્તા પર રાખનારની લારી જપ્ત કરાશે તેમ પણ એસ્ટેટ અને દબાણ શાખા વિભાગની ટીમે જણાવ્યું હતું


