હળવદ જૂથ અથડામણના ૧૨ આરોપી ૮ દિવસના રિમાન્ડ પર

હળવદ જૂથ અથડામણ મામલે રેંજ આઈજી ડી.એન.પટેલ અને જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી તકેદારીના પગલા ભરવામાં આવ્યા હતા જેમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જીલ્લા પોલીસની એલસીબી, એસઓજી ટીમો તેમજ હળવદ પોલીસની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ માધ્યમના આધારે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા બનાવની વિડીયો કલીપ વાયરલ થયેલ હોય જેની તપાસ કરતા જૂથ અથડામણમાં સંડોવાયેલા ઈસમો જામનગર જીલ્લા વિસ્તારના હોવાનું જાણવા મળ્યા બાદ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ સાથે સંકલન સાધી જામનગર એલસીબીના સહયોગથી આરોપી ગોપાલસિંગ જોધસિંગ શેખાવત (રાજસ્થાની દરબાર) રહે. જામનગર, મહેન્દ્રસિંહ ઉર્ફે મોદીયો લધધીરસિંહ સોઢા રહે. જામનગર, યોગેન્દ્રસિંહ ભાર્ત્સંહ પરમાર રહે. જામનગર, વિજયસિંહ બટુકસિંહ જાડેજા રહે. વાડીનાર તા. ખંભાળિયા, મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા રહે. જામનગર, કૃષ્ણસિંહ ઉર્ફે મહાકાલ અભેસિંહ ઝાલા રહે. જામનગર, હરીશચંદ્રસિંહ કનકસિંહ ઝાલા રહે. જાખર તા. લાલપુર, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જેઠવા રહે. જામનગર, મહાવીરસિંહ બહાદુરસિંહ જાડેજા રહે. જામનગર, દેવેન્દ્રસિંહ મુળુભા જેઠવા રહે. જામનગર, અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ વાઢેર રહે. જામનગર અને ભરતસિંહ ભીખુભા જાડેજા રહે. જામનગર એ બાર ઈસમોની અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે. તો શનિવારે મોડી રાત્રીના આરોપીને ઝડપી લીધા બાદ તમામ આરોપીને કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે .

Comments
Loading...
WhatsApp chat