



મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજમાં પીવાના પાણી જેવી સુવિધા ના હોવા છતાં કોલેજ તંત્રને શરમ આવી ના હતી અને કોઈ વ્યવસ્થા નહિ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ અને હોસ્ટેલમાં પીવાના પાણીના માટલા મુકવામાં આવ્યા છે
મોરબીની એલ ઈ કોલેજમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી બાબતે મુશ્કેલી પડતી હતી જે મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને આચાર્યને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કૉલેજ પ્રશાસનએ આ વાતને ગંભીરતાથી લીધી ના હતી અને કોઈ એક્શન લેવામાં આવ્યા ના હતા જેથી એબીવીપી કાર્યકર્તાઓ અને હોસ્ટેલમા રહેતા વિદ્યાર્થીઓ સાથે મળીને 07/04/2026 ના રોજ ફરીથી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છતા કૉલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ માટે સામાન્ય પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું ના હતું
જેથી ઉનાળાની અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત એલ ઈ કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં પીવાના પાણીના માટલા મુકવામાં આવ્યા હતા જેથી વિદ્યાથીઓએ હાશકારો અનુભવ્યો હતો