



મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર કહ્યું હતું કે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો સામે પક્ષIતર ધારા હેઠળ કરાયેલી અરજી લાંબા સમયથી પેન્ડીંગ છે તેમજ હાલના પાલિકા પ્રમુખ બે વખત જનરલ બોર્ડ બોલાવીને મુલ્તવી રાખે છે જીલ્લા કલેક્ટરના આદેશ બાદ પણ નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બોર્ડ બોલાવાયું નથી જેના કારણે પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને કોંગ્રેસી સુધરાઈ સભ્ય ફારૂકભાઈ મોટાલાણી એ ગત તારીખ ૨/૫ ના રોજ નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેસન કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ હાઇકોર્ટના મદદનિશ નાયબ રજીસ્ટર દ્વારા મોરબી કલેકટર,પાલિકા પ્રમુખ અને પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકરીઓને તારીખ૬ જુને હજાર રહેવા નોટીસ પાઠવી છે

