સતવારા સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન

સતવારા સમાજના ૧૪ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે

સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા આજ-રોજ સતવારા સમાજના તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન રામકો ફાર્મ, બાયપાસ રોડ, કામધેનું પાર્ટી પ્લોટ બાજુમાં મોરબી મુકામે કરવામાં આવ્યું છે જેમાં સતવારા સમાજના ૧૪ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે.આજે રાત્રીના ૯ કલાકે જાન આગમન થશે અને રાત્રીના હસ્તમેળાપ તેમજ આર્શીવચન પાઠવાશે. સમૂહ લગ્નમાં જોડાનારા તમામ દીકરીઓને દાતાના સહયોગથી ૧૧૯ જેટલી જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સમૂહલગ્નોત્સવમાં રાજ્યના મંત્રી જયંતીભાઈ કવાડિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા ઉપસ્થિત રહેશે. સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા માટે સતવારા સહકાર મંડળના પ્રમુખ મેરૂભાઈ કણઝારીયા, મંત્રી લાલજીભાઈ જાદવ, કન્વીનર ભાવેશભાઈ કણઝારીયા, ગણેશભાઈ નકુમ તેમજ અરજણભાઈ કણઝારીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat