મોરબીના સિરામિક ઉદ્યોગકારો G.S.T મામલે શુ રજૂઆત કરી નાણામત્રી
૨૮ ટકા જી.એસ.ટી. લાગવાથી ઉધોગનો વિકાસ રુંધાશે


મોરબીના સીરામીક એસોસિએશન ના પ્રમુખ કે.જી.કુંડારીયા।નિલેશ જેતપરીયા અને પ્રફુલભાઇ દેત્રોજાએ સીરામીક ઉધોગ પર 28 ટકા જીએસટી દર અયોગ્ય હોવાની રજૂઆત ભારતના નાણાં મંત્રી અરુણ જેટલી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિતમાં આવેદનપત્ર આપી સીરામીક પ્રોડક્ટ પર લાગુ કરાયેલા G S T ધટાડવાની માંગણી કરાઈ છે.મોરબી સીરામીક એસો.ને પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી સીરામીક ઉધોગ દેશના 90ટાકા ટાઈલર્સ અને સેનેટરી પ્રોડક્ટનું ઉત્પાદન કરી ચીનને ટક્કર આપી સસ્તાભાવે ઉત્તમ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે તેમજ સીરામીક ઉધોગ પર પહેલાથી જ ટેક્સનો બોજો રહ્યો છે તેવામાં જીએસટી દ્વારા વેપારીઓને ભોગવવાનો વધુ પડતા ટેક્સથી વધારે મોંઘવારી અને નુકસાન સહન કરવું પડશે તેવી સ્થિતિ આવી છે ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ના ભાગરૂપે લેવામાં આવતા ટોયલેટ અને ટાઈલર્સ સાથેનું તમામ સેનેટરી પ્રોડક્ટનું નિર્માણ મોરબી કરે છે એવામાં સરકારે ઉધોગ પર લદાયેલો વધુ પડતો જીએસટી ટેક્સ ઘટાડીને 12 અથવા 18 ટકા સ્લબ માં રાખવો જોઈએ તેમજ બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી અન્ય પ્રોડક્ટ જેમ કે માર્બલ અને ગ્રેનાઈટ પર 12 ટકા,લેમિનેટ પર 15 ટકા ,આર્ટિફિશિયલ સ્ટોન પર 5 ટકા દર લાગુ કરાયા છે જયારે સીરામીક ટાઈલર્સ અને સેનેટરી પ્રોડક્ટ તમામ વર્ગના લોકો લે છે અને આજે તમામ વર્ગ પોતાના ઘરમાં સીરામીક ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટનો ઉપયોગ કરતો થઈ ગયો છે। આથી સીરામીક ઉધોગ પર લગાયેલા 28 ટકા જીએસટી દર તદ્દન ગેરવ્યાજબી છે તો આ નિર્ણયમાં તાત્કાલિક ફેરફાર કરાઈ તેવી માંગણી કરતી અરજી સીરામીક એસોસિએશન વતી કરવામાં આવી છે.