ધી. વી.સી. ટેક હાઈસ્કૂલના આચાર્ય બી.એન. વિડજાના માર્ગદર્શન હેઠળ આજે શાળા ખાતે માર્ગદર્શન સેમીનારનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીસી હાઈસ્કૂલના સાયન્સના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ ના પરિણામો જાહેર થાય તે પૂર્વે જ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ બાદ ક્યાં સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવો, ૧૧-૧૨ સાયન્સ કે કોમર્સ ઉપરાંત ડીપ્લોમાં, આઈ ટી આઈ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા કેવી પ્રક્રિયાનો સામનો કરવો, ધોરણ ૧૦ માં ઓછી ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓ માટે ક્યાં ક્ષેત્રમાં પ્રવેશ શક્ય છે વગેરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.