મોરબીના સિરામિક એકમો ઉત્પાદન બંધ કરવું પડશે ?

રો-મટીરીયલના ભાવ વધારા અને જીએસટીની અવઢવ જવાબદાર

 

કેન્દ્ર સરકાર દ્વ્રારા જીએસટી લાગુ પાડવાના નિર્ણયના પગલે હજુ ઉદ્યોગમાં અવઢવ ચાલી રહી છે જીએસટી આવવાની શક્યતાના પગલે સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવો વધી ગયા છે જેના કારણે સિરામિક ઉદ્યોગ દ્વારા માર્યાદિત સમય માટે ઉત્પાદન બંધ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે

આજે અખા દેશમાં જીએસટીની નવી સિસ્ટમમાં વેપારીઓને સમજણ માટે ઘણી અવઢવ રહેલી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળે છે રો મટીરીયલ્સના ભાવોમાં સતત વધારો આવતો રહે છે અને જીએસટીની અવઢવ કારણે ટાઈલ્સના વેપારીઓ દ્વારા ટાઈલ્સની ખરીદી ખુબજ ઓછી કરી નાખવામાં આવી છે જેના કારણે સિરામિક ઉત્પાદનની માંગમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી કેટલાક ઉત્પાદકો ટાઈલ્સનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા છે ઉત્પાદન બંધ કર્યા બાદ ટાઈલ્સના ભાવોમાં પણ વધારો આવે તેવી સંભાવના છે

મોરબી સિરામિક એશો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જીએસટીની નવી ટેક્સ સિસ્ટમને આવકારવા અમે તૈયાર છીએ નવી સીસ્ટમ હોવાથી સમજવામાં થોડો સમય લાગે ત્યાં સુધી તકલીફ પડશે પરંતુ ત્યાર બાદ દરેક વેપારીને ફાયદો થશે ખાસ કરીને જીએસટીમાં સી ફોર્મ ની  માથાકૂટ નીકળી જતા સિરામિક ઉદ્યોગ માટે સરળતા વધશે ઉત્પાદન બંધ માટે નો હજુ કઈ નિર્ણય લેવાયો નથી

 

Comments
Loading...
WhatsApp chat