મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલ આંખ

મોરબીના રહેવાસી વિપુલભાઈ પરષોતમભાઈ કાંજીયાએ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળને અરજી કરીને જણાવ્યું છે કે શહેરના નવાડેલા રોડ પર વાણીજ્ય હેતુથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે અરજીની પ્રાથમિક ચકાસણી કરતા આ બાંધકામ જાહેરહિતને જોખમકારક અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ હોવાનું જણાઈ આવ્યું હતું. તે ઉપરાંત આ જગ્યાએ બાંધકામ કરવા અંગે આસામીઓ દ્વારા કચેરીની પરવાનગી લીધી નથી અને તા. ૧૪-૦૬ ની નમુના ૨ ની નોટીસ આપેલ હોવા છતાં બાંધકામ ચાલુ રાખ્યું હોવાનું ધ્યાન પર આવતા આ બાંધકામ પ્રાથમિક દ્રષ્ટીએ ગેરકાયદેસર અને જાહેર હિતને નડતરરૂપ હોય મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા નવાડેલા રોડ ખાતે ચાલતા બિનઅધિકૃત બાંધકામને બંધ કરવા માટે કામ ચલાઉ મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. તેમજ આ હુકમ અન્વયે ફરિયાદી વિપુલભાઈ કાંજીયા તથા ગેરકાયદેસર બાંધકામ કરનાર પરષોતમભાઈ છગનભાઈ કવૈયા રહે. મોરબી વાળાએ પોતાના આધાર પુરાવા લેખિત જવાબ સાથે દિવસ ૭ માં રજુ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.  જોકે બાંધકામ કરનાર આસામીએ નોટીસનો સ્વીકાર કર્યો નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મવડાના ઇન્ચાર્જ કારોબારી અધિકારી નીખીલ જોશીએ મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ અંગે કામચલાઉ મનાઈ હુકમ આસામીને આપીને સાત દિવસમાં લેખિત જવાબ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે હુકમનો આસામી દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હોવાથી ઉપરી અધિકારીને જાણ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat