લીલાપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના લીલાપર ગામે પ્રાથમિક કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.શાળા પ્રવેશોત્સવની શરૂઆત વિધાર્થીનીઓ દ્વારા મનુષ્ય તું બડા મહાન હે ગીત,સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને વકૃત્વ રજુ કરી કરવામાં આવી હતી.જેમાં નાયબ કલેકટર દમયંતીબેન બારોટ,રવાપર આર.સી.સી. કોર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ  દુર્લભજીભાઈ દેથારીયા ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધરો કર્યો હતો.તેમજ દુર્લભજીભાઈ દેથારીયા દ્વારા બાળકોને સ્કુલ બેગ નું વિતરણ તથા આંગણવાડીના બાળકોને મુકેશભાઈ અને શાળાના શિક્ષક ગીતાબેન દ્વારા રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા બાળકોનો લાઈફ સ્કીલ મેળાનું નિદર્શન અને બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નીલેશભાઈ પારેજીયા અને તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat