



મોરબીના ભડિયાદ ગામે આવેલા રામાપીરના મંદિર નજીક જાહેર જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કરતા સામજી ગાંડું કોળી, ગાંડું બહાદુર કોળી, ભગવાનજી રાણા ઝીન્ઝવાડિયા, વિનોદ ગોરધન કડીવાર અને સુનીલ દીપક કોળી રહે. બધા ભડિયાદ વાળાને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૧૦,૦૮૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

