

ભાઈ બહેનના અપાર પ્રેમનું પ્રતીક એટલે “રક્ષાબંધન” અંતરના આશિષ સાથે બહેન ઉમળકાભેર પોતાના ભાઇને કપાળે કુમકુમ તિલક કરી ચોખા, ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે.ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતા યથાશકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે. રક્ષાબંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઇ બહેનોએ શીખવા જેવા છે.મોરબી ABVPના સભ્યોએ વિકાસ વિધાલયમાં અનાથ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને બાદમાં મોરબી એ.ડીવીઝનના નવનિયુક્ત પી.આઈ સોનારાને મળીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામા આવી હતી.