મોરબીમાં મિત્રની હત્યા કરનાર શખ્સને પોલીસે ઝડપી પડ્યો

બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી દશરથસિંહ મંગલુભા ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પીપળી બેલા રોડ પરના મનીષ કાંટા નજીક મરણ જનાર રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૪૫) વાળાને  આરોપી સંદીપ (લાલો) રમણીક રજપૂત રહે. મોરબી વાળા સાથે ઈંડા ખાવા જેવી બાબત બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ આરોપીએ મરણ જનાર રણજીતસિંહ ઝાલાને માથમાં લાકડાનો ધોકો મારી દેતા નીચે પડી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાય તે પૂર્વે જ તેને દમ તોડ્યો હતો. મારામારીના બનાવમાં રાજપૂત આધેડનું મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન.બી. ડાભી ચલાવી રહ્યા છે.જેમાં આરોપી સંદીપને પોલીસ જડપી લઇ ને હત્યામાં ઉપયોગ થયેલ ધોકા પણ કબજે કરી લીધો છે અને રિમાન્ડ માગ સાથે કોર્ટમાં રજુ કરાશે

 

Comments
Loading...
WhatsApp chat