પાલિકાના સેવાસેતુ કાર્યક્રમમાં કેટલી અરજીઓનો થયો વરસાદ ? જાણો અહી…..

મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૮,૯ અને ૧૨ એમ ત્રણ વોર્ડ માટે આજે પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં આવકના ૯૪૫, જાતીના દાખલાના ૨૩, રાશનકાર્ડના ૩૩, આધારકાર્ડના ૪૭ ઉપરાંત વાત્સલ્ય કાર્ડના ૨૮ પ્રશ્નો રજુ થયા હતા તેમજ આરોગ્ય વિભાગને લગતા ૧૦૧ અને ઉજવવલા યોજનાને લગતા ૧૪ મળીને કુલ ૧૨૨૮ પ્રશ્નોનો આજે વરસાદ થયેલો જોવા મળ્યો હતો જોકે પાલિકા તંત્ર દ્વારા તમામ ૧૨૨૮ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat