મચ્છુ ૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી આપવા ધારાસભ્યએ માંગ કરી

 

મચ્છુ ૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી આપવાની માંગ સાથે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખ્યો છે

 

પત્રમાં જણાવ્યું છે કે મચ્છુ ૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની મળેલ રજૂઆત મુજબ શિયાળુ પાક માટે પાણી આપવા તેમની માંગણી છે આ વર્ષે છેલ્લે વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોના પાક ઉત્પાદન ઓછું થયું છે જેથી ખેડૂતોની આવકમાં ઘટાડો થાય તેમ છે આ વર્ષે મચ્છુ ડેમ પૂરતા વરસાદને લીધે બે વખત ઓવરફલો થયો છે ખેડૂતોના સિંચાઈ માટે પાણીનો જથ્થો પણ ઉપલબ્ધ છે જેથી ખેડૂતોના હિતને ધ્યાને લઈને મચ્છુ ૨ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક જીરૂ અને ઘઉંના વાવેતર માટે પાણી આપવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.