મોરબીમાં જેતપર ગામે ખેડૂતોનું આંદોલન થાળે પાડવા મંત્રી કાંતિભાઈ અમૃતિયા મેદાને, દિલ્હી સુધી રજુઆતની ખાતરી

મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે ખેડૂતોએ આંદોલન છેડ્યું છે. છેલ્લા ચાર દિવસથી ખેડૂતો કામ અટકાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા છે. બુધવારે જેતપરથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતોએ પોતાની માગણીઓ રજૂ કરી હતી.

 

મોરબીના જેતપર ગામે  ચાલી રહેલ ખેડૂતોના આંદોલન મામલે રાજ્યના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેતપર ગામના વતની હોવાને નાતે, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાથે આંદોલનની છાવણીએ પહોંચ્યા હતા.ખેડૂતોના આંદોલન દરમિયાન કંપની અને પોલીસ વચ્ચે જે કઈ ધર્ષણ થયું ત્યારે તેઓ હાજર ના રહી શક્યા તે માટે તેમને માફી પણ ગ્રામજનોની માગી હતી. તેઓએ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી અને ખાતરી આપી હતી કે ખેડૂતોને કંપની પાસેથી વધુમાં વધુ વળતર મળે તે માટે તેઓ પૂરતા પ્રયત્નો કરશે. કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન મંત્રી અમૃતિયાએ જાહેર કર્યું છે કે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે એક મહત્ત્વની મીટિંગ યોજવામાં આવશે,. આ મીટિંગમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર કેવી રીતે અપાવી શકાય તે બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવશે.

 

ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆતની તૈયારી કાંતિભાઈ અમૃતિયાએ માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, જો આ પ્રશ્ન સ્થાનિક કક્ષાએ નહીં ઉકેલાય તો તેઓ ખેડૂતોને સાથે રાખી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને જરૂર પડ્યે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છે,. જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી યોગ્ય ન્યાય અપાવવાની તેઓએ ખેડૂતોને ખાતરી આપી છે.તો સવાલ એ થાય છે કે ચાર દિવસથી આ આદોલન ચાલે છે તો મંત્રી અત્યાર સુધી ક્યા હતા અને હળવદના ધારાસભ્ય વરમોરા સાથે હતા તેમના વિસ્તાર કોઢ માં પણ આ પ્રશ્ન છે તો ત્યાં કેમ હજુ સુધી નથી ગયા

Leave A Reply

Your email address will not be published.