મોરબી: જસાપર બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો બ્યુગલ,આજે ‘ખેડૂત આક્રોશ રેલી’ યોજાશે

 

મોરબીના જસાપર ગામમાં સૂચિત બાયપાસ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ પ્રોજેક્ટને કારણે ગામની 100 વીઘાથી વધુ ફળદ્રુપ જમીન અને 2000 વીઘા જેટલો વિસ્તાર ડૂબમાં જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે અનેક નાના અને સીમાંત ખેડૂતો પોતાની આજીવિકા ગુમાવી બેસે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જમીન બચાવવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ખેડૂતો દ્વારા આજે  ‘ખેડૂત આક્રોશ રેલી’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી જૂની પોસ્ટ ઓફિસ અને પરશુરામ પોટરી પાસેથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચશે, જ્યાં ખેડૂતો આવેદનપત્ર પાઠવીને પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરશે.જેમાં મુખ્ય પ્રશ્નો ખેડૂતોનો મુખ્ય સવાલ એ છે કે જો અગાઉ આમરણ, ચાચાવાદરડા અને સરવડ જેવા ગામોના બાયપાસ રદ થઈ શકતા હોય, તો જસાપરના ખેડૂતો સાથે જ અન્યાય કેમ થઇ રહયો છે આ લડતને મચ્છોયા આહીર સમાજ સમિતિ દ્વારા પણ સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.આયોજકોએ તમામ ખેડૂત મિત્રોને મોટી સંખ્યામાં ઉમટી પડીને પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે.

Leave A Reply

Your email address will not be published.