હળવદના ટીકર ગામે પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા દવા પી પત્નીનો આપઘાત

 

ટીકર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતી ૪૧ વર્ષીય મહિલાને પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ નર્મદા જીલ્લાના વતની હાલ હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સોનલબેન કમલેશભાઈ વસાવા (ઉ.વ.૪૧) નામની પરિણીતાએ ગત તા. ૨૧ ના રોજ પોતાની ઓરડીમાં ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સોનલબેનને પતિએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી મનમાં લાગી આવતા દવા પી લીધી હતી અને મોત થયાનું ખુલ્યું છે હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.