મોરબીમાં તિબેટીયન રેફ્યુજી સ્વેટર માર્કેટ શરૂ: નવી ડિઝાઇન અને આધુનિક લુકના ગરમ કપડાં આકર્ષણનું કેન્દ્ર

મોરબીમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો શરૂ થતાં જ લોકો શિયાળાની તૈયારીઓમાં લાગી ગયા છે અને ગરમ કપડાંની ખરીદી માટે બજારોમાં લોકોની અવરજવર વધી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં તિબેટીયન રેફ્યુજી સ્વેટર માર્કેટ શરૂ થઈ ગયું છે, જેમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ વયના લોકો માટે વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે.

આ બજારમાં સ્વેટર, જેકેટ, લેડીઝ વેર, બાળકોનાં ગરમ કપડાં ઉપરાંત મફલર, શાલ અને દુપટ્ટા સહિતની અનેક આઇટમો ગ્રાહકો માટે મૂકવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે વેપારીઓ નવી ડિઝાઇન, નવા કલર અને આધુનિક લુક સાથે નવી વેરાયટી લઈને મોરબીમાં આવ્યા છે અને તેનું વેચાણ શરૂ થયું છે. આ વ્યવસાય સાથે અંદાજે ૧૨થી ૧૩ પરિવારો જોડાયેલા છે અને સ્ટાફ સહિત કુલ ૫૦થી ૬૦ લોકો રોજગારી મેળવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન અપેક્ષા મુજબ ઠંડી ન પડતાં વેપાર પર અસર થઈ હતી, ત્યારે આ વર્ષે સારા વેપારની આશા સાથે તેઓ મોરબીમાં આવ્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.