

પૂ . ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની નિશ્રામાં jito આયોજિત આજે તા. ૯- ૪ ના મોરબીમાં નવકાર મહામંત્ર ભાષ્ય જાપમાં ૫૦૦ થી વધારે ભાવિકોએ વિવિધ મુદ્રા સાથે મહામંત્રના ઉદઘોષથી વિશ્વશાંતિ – અને કલ્યાણ ભાવનાથી ભક્તિ અને ઊર્જામય વાતાવરણમાં પ્રાર્થના કરી એક કલાક જાપ કર્યા હતા
મોરબીમાં આવું આયોજન jito દ્વારા પ્રથમ વખત થયું હતું જેમાં હેમલ શાહ, મિહિર દોશી, સાગર શેઠ, નેમિષ મહેતા, બોની દફતરી સહિતના jito ના આયોજકોએ સુંદર વ્યવસ્થા કરેલી હતી.નવકારશીનો લાભ મનસુખલાલ નવલચંદ દોશી પરિવારે લીધો હતો. અન્ય દાતાઓ તરફથી પ્રભાવના અને મિષ્ટપ્રસાદ (ભાતું) આપવામાં આવેલ.વહેલી સવારથી યુવાન ભાઈઓ બહેનો સફેદ વસ્ત્રમાં ખૂબ સારી સંખ્યામાં આવેલ હતા.




