


ગુજરાતના ઉભરતા ફૂટબોલ ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા ૬૫મી ‘સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ જિલ્લા કક્ષાની સીધી સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ શાળાઓએ પોતાના ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી સત્તાવાર વેબસાઈટ http://www.subrotocup.in પર ફરજિયાતપણે કરવાની રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ તા. ૨૯/૦૬/૨૦૨૬ સુધીમાં ‘જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રી-સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨’ ખાતે મોકલી આપવાની રહેશે.
આ સ્પર્ધામાં સબ જુનિયર ભાઈઓ (અંડર-૧૫): જેમાં ૦૧/૦૧/૨૦૧૨ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. જુનિયર ભાઈઓ/બહેનો (અંડર-૧૭) કે જેમાં ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લેવા પાત્ર રહેશે. આ ફૂટબોલ સ્પર્ધાના નિયમો, રજીસ્ટ્રેશન પ્રક્રિયા અથવા અન્ય કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે શાળાઓ અને ખેલાડીઓએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પ્રતિનિધિશ્રી મુસ્તાક સુમરા (મોબાઈલ નં. ૬૩૫૩૧૮૩૫૮૩) નો સંપર્ક સાધવાનો રહેશે. મોરબી જિલ્લાની તમામ શાળાઓના મહત્તમ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સહભાગી બને તે માટે મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.