૧૬ વર્ષથી નાની વયના બાળકોને સોશ્યલ મીડિયાથી દુર રાખવા વડાપ્રધાનને પત્ર

મોરબી વૈઘ સભાના પ્રમુખ દ્વારા પીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી

 

 

હાલના સમયમાં બાળકો ઈન્ટરનેટ અને મોબાઈલના વ્યસનમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે મોબાઈલના બેફામ વપરાશને પગલે બાળકોના વિકાસ પર અસર પડે છે અને બાળકોમાં હતાશા-હિંસાના લક્ષણો પણ જોવા મળે છે ત્યારે મોરબીના અગ્રણીએ ૧૬ વર્ષથી નાની વયના બાળકોને સોશ્યલ મિડીયાથી દુર રાખવા અંગે યોગ્ય પગલા ભરવા વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

 

શ્રી મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી કે લહેરૂએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં ભારત દેશમાં ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે ઓનલાઈન સુવિધા સુરક્ષિત નથી અને ચિંતાનો વિષય બને છે ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં આ દિશામાં પહેલ કરવામાં આવી છે ભારત સરકારે પણ સોશ્યલ મીડિયાના ઉપયોગ પર કડક વય મર્યાદા નક્કી કરીને ભારતભરમાં પ્રતિબંધ મુકીને કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલા લઈને સમગ્ર દેશમાં બાળકની સુરક્ષા માટે પ્રતિબંધ મુકવો જોઈએ તેવી લેખિત રજૂઆત થકી માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.