વાંકાનેરના ભેરડા ગામે ચુંટણીની તૈયારીઓ સંદર્ભે બેઠકમાં માસ્ક વિના આગેવાનો, ફોટો વાયરલ

તાજેતરમાં જીલ્લા ભાજપ ટીમમાં ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપનાર જીતુભાઈ સોમાણી વધુ એક વખત વિવાદમાં આવ્યા છે ભેરડા ગામમાં ચુંટણી તૈયારી સંદર્ભે મળેલી મીટીંગમાં માસ્ક વિના આગેવાનો જોવા મળ્યા હતા જેના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ જોવા મળ્યા છે

વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના ભેરડા ગ્રામ પંચાયતના સરપંચ ભુપતભાઈ દ્વારા સ્થાનિક સ્વરાજ ચુંટણી અને તાલુકા-જીલ્લા પંચાયત ચુંટણી તૈયારીના ભાગરૂપે ભેરડા રામાંપીર મંદિરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મીટીંગ મળી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જોકે આગેવાનો અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશ્યલ ડીસટન્સના નિયમનું પણ પાલન કરવામાં આવ્યું ના હતું

Leave A Reply

Your email address will not be published.