

મોરબીમાં ખોટા આધારકાર્ડ, પાન કાર્ડ અને વારસાઈ આંબો બાવી ખેડૂતનું ખોટું નામ ધારણ કરવાના ગુનામાં આઠ માસથી નાસતો ફરતો આરોપી અને પ્રોહીબીશન ગુનામાં ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સીટી એ ડીવીઝનમાં ફરિયાદી બાબુભાઈ તળશીભાઈ ચાવડા રહે મોરબી ભક્તિનગર સર્કલ વાળાએ તેના પિતાજીના નામના ખોટા બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ, વારસાઈ પેઢી આંબો બનાવી ખોટા ખેડૂત ખાતેદાર તરીકે ઓળખ આપી આંબો બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી દર્શિત પ્રવીણભાઈ મેવાડા (ઉ.વ.૩૦) રહે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી મૂળ રહે હરીપર તા. લાલપુર જામનગર વાળાને ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી આઠ માસથી ફરાર હતો તેમજ પ્રોહીબીશન ગુનામાં ત્રણ માસથી નાસતો ફરતો હતો