કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

 

 

રક્ષા બંધન નિમિતે તારીખ 26/08/2026ના કચ્છ લોકસભા દ્વારા કચ્છના સાંસદ  વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાનાં અકરી BSF કેમ્પખાતે ભાજપા મંડલ,સંગઠન સ્નેહી બહેનો સાથે જઇ “સાંસદ સરહદ રક્ષાબંધન” ત્યોહાર ની ઉજવણી કરી હતી

 

ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતનથી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ.

 

અકરી BSF કેમ્પના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દરેક જવાનોને મીઠાઇનું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ, આ પ્રસંગે મહાનુભાવોમાં સી.ઓ અકરી બી.એસ.એફ. કેમ્પ વતી કમાન્ડટ જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડટ રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડટ આશિષકુમાર વર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડાએ વીર જવાનોને બિરદાવયા હતા. આ સાથે મહાવીરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ ગઢવી, હરિસિંહ રાઠોડ, જયંતીભાઈ સેંઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નીતિનભાઈ  પટેલ, ગોકુળભાઈ ડાંગર, શૈલેશભાઈ ચૌહાણ, મનીષભાઈ બારોટ, મોહનભાઇ ચાવડા, રાજુભાઇ સરદાર, યુગરાજસિંહ સરદાર, કમલભાઈ ગઢવી, નરેશભાઇ મહેશ્વરી, પ્રકાશભાઇ મહેશ્વરી, હિતેશભાઈ ગોસ્વામી, વિરમભાઈ આહીર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ  પટેલ, અનુભા જાડેજા, ચેતન ઠક્કર, રાજુભાઇ રબારી, રાજેશભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા. પારૂલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નિતાબેન ઠક્કર, ઇલાબેન ચાવડા, ઉપસ્થિત સૌ બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશિષ પાઠવ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.