



ધોરણ-૧૨ પછી શું ? તે અંગે વિધાર્થીઓ મુજવણમાં હોય છે.વિધાર્થીઓને આગળ અભ્યાસ માટે પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી વિધાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ધોરણ-૧૨ પછી શું? કારકિર્દી ના ઉંબરે વિષયક પુસ્તક કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી દ્વારા સંપાદિત કરી વિધાર્થીઓને ઉપયોગી થવા માટે કોંગ્રેસ જહેમત ઉઠાવી રહી છે.આ પુસ્તક મોરબીમાં “જનસંપર્ક” જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મહેશ હોટેલ વાળી શેરી,શનાળા રોડ ખાતે વિના મુલ્યે દરેક વિધાર્થીને મળી રહેશે તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા દ્વારા જણાવ્યું હતું.

