મોરબીના સિરામિક એસો. ફાયર સ્ટેશન માટે કલેકટરને કેમ કરી રજૂઆત

અધ્યન ફાયર સ્ટેશન બનાવની કરી માંગ

મોરબી ઉદ્યોગમાં વિકાસ પામતું શહેર છે. અહીં સિરામિકની ૭૦૦થી વધુ ફેકટરીઓ છે. જેમાં કિલન આવે છે. અને ટેમ્પરેચર ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. આથી અવારનવાર આગ લાગવાના અને મોટી જાનહાની થવાના જોખમો રહેલા હોય મોરબી સિરામિક એસો દ્વારા આજે જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલને ઔદ્યોગિક વિસ્તારમાં નવું અદ્યતન ફાયરસ્ટેશન આપવા અંગે રજૂઆત કરવમાં આવી હતી, તાજેતરમાં કંડલા રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું. જે પાછળ મોરબી ફાયરબ્રિગેડની અપૂરતી ફેસેલિટી કારણભૂત છે. મોરબી ફાયરબ્રિગેડ પાસે કોઈ એવા સુવિધાનાં સાધનો નથી જે મોટી આગ પર કાબુ મેળવી શકે. આ બાબતે તંત્ર નહીં જાગે તો મોટી હોનારત સર્જાય શકે છે.હાલ સુધી આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટથી ફાયર ફાયટર આવે છે ત્યારે આગ કાબુમાં આવે છે. મોરબી કે વાંકાનેરનાં ફાયરબ્રિગેડ સ્ટેશન ફેસેલિટીનાં નામે મીંડું છે. મોરબીનાં ઈન્ડસ્ટીઝના વિકાસ મુજબ સામાંકાંઠે વિસ્તારમાં આધુનિક ફાયરસ્ટેશનની તાતી જરૂરિયાત છે. તે પણ ઉચ્ચ ટેકનોલોજી સાથે કારણ કે, દિવસનાં સમયે જો કશે આગ લાગે તો દોઢ-બે કલાકે તો ટ્રાફિકમાંથી ફાયરબ્રિગેડ આવે ત્યાં તો મોટું નુકસાન થઈ જતું હોય છે. રાજકોટથી ફાયર ફાયટર આવે ત્યાં તો પોતાની મિલ્કતનો નાશ થતો જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ ઉદ્યોગકાર પાસે હોતો નથી. આથી આ અંગે ભવિષ્યમાં મોટી આફત ન સર્જાય તે માટે મોરબીનાં ઔદ્યોગિક વિસ્તારમાં નવું અદ્યતન ફાયરફાયટર આપવાની માંગ કરવામાં આવી હતી રજૂઆત કરવામાં મોરબી સિરામિક એસોસીએસન ના પ્રમુખ કે.જી. કુંડારિયા, કિરીટભાઈ પટેલ,નિલેશ જેતપરિયા,પ્રફુલભાઈ દેત્રોજા અને ,મનસુખભાઇ પટેલ સહિતના ઉદ્યોગકારોએ ઉપસ્થિત રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat