



મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થા મયુર નેચર ક્લબ દ્વારા પર્યાવરણની જાગૃતિ માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સંસ્થાના જીતેન્દ્રભાઈ ઠક્કર દ્વારા તાજેતરમાં આઈ.એમ.એ. હોલ ખાતે લર્ન એન્ડ ફન ફેમીલી મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ઇન્ડિયન મેડીકલ એશો.ના સભ્યોને અગાશીમાં શાકભાજી ઉગાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇઝરાયલ જેવા રાષ્ટ્રમાંથી પ્રેરણા લઈને આપણે કેવી રીતે આપણી જરૂરિયાત પૂરી કરી શકીએ તે સમજાવવામાં આવ્યું હતું.

