ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલે ક્યાં માણી એન્ડેવર સફારી થ્રીલ ઇવેન્ટ

ગુજરાતમાં પ્રથમવાર જય ગણેશ ફોર્ડ દ્વારા મીતાણા ખાતે એન્ડેવર એડવેન્ચર સફારી થ્રીલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૫ કી.મી.લાંબા ટ્રેક પર ફોર્ડ એન્ડેવર કાર દ્વારા ફોર્ડ એસયુવીકારની રાઈડ તેમજ કાર ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાઈડ એન્ડ ડ્રાઈવ ટ્રેકનું ઉદ્ધાટન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે મોહનભાઈ કુંડારિયા,પરેશ ગજેરા,વેલજીભાઈ ઉધલેજા (બોસ સિરામિક)તથા ફોર્ડના મેનેજર સૌરભ માખેચા અને જય ગણેશ ગ્રુપના મોભી દેવજીભાઈ પટેલ,રજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ફોર્ડ એન્ડેવર એસ.યુ.વી. કારમાં રાઈડ અને ડ્રાઈવ ટ્રેક પર જુદી-જુદી પ્રકરના ૨૧ નાના મોટા ઓમ્સેકલ જેવા કે મડ મોડ,સેન્ડ મોડ,વોટર વેડિંગ,ચીકન હોલ્સ જેવા ઓમ્સેકલ તૈયારકરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આ ઇવેન્ટમાં કાર રાઈડ કરનાર દરેક વ્યક્તિનું મેડીકલ ચેક અપ કરવમાં આવ્યું હતું અને નિષ્ણાત ડોક્ટરોની ટીમને ખડે પગે રાખવમાં આવી હતી.ફોર્ડ ઇન્ડીયાના જનરલ મેનેજર સૌરભ માખેચાએ જણાવ્યું હતું કે ફોર્ડ એન્ડેવર તેની ખૂબીઓ અને સક્ષમ ઓફ ફોર્ડ પર્ફોમન્સના કારણે નવી-નવી ઉંચાઈ સર કરી રહી છે.આ પ્રકારની એસ.યુ.વી.સેગમેન્ટમાં ફોર્ડ એન્ડેવર સૌથી વધુ લોકપ્રિય એસ.યુ.વી. છે.

Comments
Loading...
WhatsApp chat