


મોરબીના તખ્તસિંહજી રોડ પર આવેલી રમણકાંત લોજિંગ એન્ડ બોર્ડીંગ નામની લોજમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસની ટીમે સ્થળ પર દરોડો કરતા જુગાર રમી રહેલા લોજના સંચાલક લલિત અમૃતભાઈ ત્રિવેદી રહે. વસંત પ્લોટ મોરબી, દેવા હિન્દુભાઈ મુંધવા રહે. કાલિકા પ્લોટ મોરબી, દીપક પ્રવીણ મિસ્ત્રી રહે. નાની બજાર મોરબી અને નંદલાલ કેશવજી મિસ્ત્રી રહે. વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૬૦, ૫૦૦ જપ્ત કરી છે.

