લાલપરમાં ઉત્તમભાઈ વૈધનું ભાજપ દ્વારા કરાયું સન્માન

પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શત્તાબદી મહોત્સવ  અંતર્ગત મોરબી જીલ્લાના ૭૫૧ બુથના દરેક વિસ્તારકો દરેક બુથમાં જઈને બુથ લેવલની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં આજ રોજ મોરબીના લાલપર ગામે ૨૦ મુદા સમિતિના ચેરમન કૌશિકભાઈ પટેલ તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી જીલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ બીપીન દવે ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,મોરબી જીલ્લા ભાજપ મહામત્રી જ્યોતીસિંહ જાડેજા તથા ભાજપના અગ્રણી સહિતના હોદેદારો ઉપસ્થિત રહી કામગીરી કરી હતી.જેમાં લાલપર ગામમાં ઘરે-ઘરે જઈને સંપર્ક દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી અને સ્ટીકર ચોટાડવામાં આવ્યા હતા.તેમજ લાલપર ગ્રામ પંચાયતમાં પટ્ટા વાળા તરીકે ફરજ બજાવતા ના બા ના બેસણામાં હાજરી આપી હતી.લાલપર ગામે રહી આયુર્વેદિક  દવા આપી  ફ્રી નિદાન કરતા ઉત્તમભાઈ વૈધ જ્યાં દરરોજ ૪૦-૫૦ માણસો આવે છે.તેમને ફ્રી સેવા આપવા બદલ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.બાદમાં ગૌશાળાની મુલાકાત લઇ ત્યાં સેવા આપતા રહીમભાઈ તથા ગૌશાળાના સંચાલકોનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

 

Comments
Loading...
WhatsApp chat