ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન થયું

                  સતત ચોથા વર્ષે સામાકાંઠે ઉમા ટાઉનશીપની સામે આવેલ મા ગરબીના પટાગણમાં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલા ખેલૈયાઓ એ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી

 

                આ નવરાત્રી સફળ થવામાં મા ગરબી મંડળના સંચાલક ડો. જયરાજસિંહ જાડેજા તેમજ તેમની ટીમનો સિંહ ફાળો રહ્યો છે આ ઉપરાંત આપણા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તરફથી પણ નવરાત્રી માટે ખુબ સુંદર યોગદાન તેમજ અઢળક શુભેચ્છાઓ  પાઠવવામાં આવી હતી આ ઉપરાંત ઈલેક્ટ્રીક બાઈકના સ્પોન્સર સંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા રહ્યા હતા સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા તરફથી તમામ ડોનરો તેમજ મેમ્બરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તરફથી દરેક મોટા ડોનરોનું સન્માન કરવામાં આવ્યું હતું

 

                આ ઉપરાંત સથાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા, સોનુબેન કોટક, મંજુબેન સિંગલ, શોભનાબેન કણસાગરા, દિવ્યાબેન છગ, મનિષાબેન ગણાત્રા, પારૂલબેન પરમાર, હીનાબેન પંડ્યા, નિમિષાબેન ખન્ના ,આરતીબેન, કોમલબેન આચાર્ય, ચંદાબેન કાબરા તરફથી પણ ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તથા સંસ્થાના સિનિયર મેમ્બર નીલાબેન  કારિયા નો સિંહ ફાળો રહ્યો હતો. આ ઉપરાંત રજીસ્ટ્રેશન કમિટીના હીનાબેન પરમાર આરતીબેન તેમજ કોમલબેન આચાર્ય, કાજલબેન મહેતા, કામિનીબેન સિંગ, માનસીબેન હિરાણી ,જાનકીબેન કાસુન્દ્રા, સુનિતાબેન દોશી તેમજ પાયલબેન આશર આ તમામે તમામ મેમ્બરો નો સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ખુબ ખુબ આભાર માન્યો હતો. આ ઉપરાંત ઉમાશ બ્યુટી પાર્લરના સંચાલક ઉમાબેન સોમૈયા તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રાજકોટ થી નિધી દવે તેમજ ડોક્ટર રિશીતા જોષી એ સેવા આપી હતી આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં પોતાની આગવી શૈલીમાં એન્કરિંગ હેલી કોટેચાએ કર્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.