માળિયાના ખાખરેચી ગામે જૈન દેરાસરમાંથી ધોળે દિવસે આભૂષણની ચોરી

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

 

મોરબી જીલ્લામાં ચોર તસ્કરો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ મરજી પડે ત્યાં ચોરીને અંજામ આપતા હોય છે ઘર, મંદિર અને જવેલર્સ દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેમાં માળિયાના ખાખરેચી ગામમાં આવેલ જૈન દેરાસરમાંથી ધોળે દિવસે એક ઇસમ દર્શન કરવાના બહાને આવી આભુષણની ચોરી કરી ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે

 

માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં આવેલ જૈન દેરાસરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તા. ૦૭ ના રોજ સવારના ૧૧ થી ૧૧ : ૨૦ વાગ્યાના અરસામાં એક ઇસમ ખાખરેચી ગામના જૈન દેરાસરમાંથી આભુષણ ચોરી કરી ગયો હતો મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ છે જેમાં એક ઇસમ મંદિરમાં કોઈ હાજર ના હોવાનો લાભ લઈને ધોળે દિવસે દર્શન કરવાના બહાને મંદિરમાં ઘુસ્યો હતો અને ભગવાનની મૂર્તિને પહેરાવેલ આભુષણની ચોરી કરી ગયા હતા આભુષણ ચોરી કરી ઇસમ તુરંત નાસી જાય છે હાલ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે જૈન દેરાસરમાંથી ચોરી થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.