મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ ધકેલાયો



મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા વોરંટ ઈશ્યુ થતા પાસા તળે જુનાગઢ જેલ ધકેલવામાં આવ્યો છે
મોરબી શહેરમાં પરપ્રાંતીય દારૂના ગુનાઓમાં અવારનવાર પકડાયેલ ભુપેન્દ્ર ઉર્ફે ભૂપત જયસુખભાઈ વાઘેલા (ઉ.વ.૨૩) રહે કાલિકા પ્લોટ મોરબી વાળ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવી હતી જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબી દ્વારા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા ભુપેન્દ્ર વાઘેલાને જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવ્યો છે