​ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અગાઉ રદ કરાયેલી ઇન્ટરસિટી ટ્રેનો પુનઃસ્થાપિત

 

​પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. અગાઉ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર સૂચિત કામગીરીના કારણે રદ જાહેર કરાયેલી નીચે મુજબની ટ્રેનો હવે પુનઃસ્થાપિત (Restore) કરવામાં આવી છે.

 

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર—

1) ​ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 08.04.2026

2) ​ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 09.04.2026

 

​ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેના સામાન્ય માર્ગ અને નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે.

 

Leave A Reply

Your email address will not be published.