ટંકારાના લજાઈ ગામની સીમમાં વાડીએ વીજશોક લાગતા માસૂમનું મોત

 

લજાઈ ગામની સીમમાં આવેલ વાડીએ ૩ વર્ષનું બાળક રમતું હોય ત્યારે વીજશોક લાગતા માસૂમનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ દાહોદ જીલ્લાના વતની હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મુકેશભાઈ માવીના ૩ વર્ષના પુત્ર રાજવીર વાડીની ઓરડી પાસે રમતો હતો ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.