મોરબી શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

 

મોરબી સીટી એ ડીવીઝનપોલીસ ટીમે ચાર સ્થળોએ રેડ કરી વરલી ફીચર આંકડા આધારિત જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે

પ્રથમ રેડ એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર કરી હતી જ્યાં આરોપી વિષ્ણુ નારણભાઈ કગથરા અને મેહુલ જીલુભાઈ એમ બેને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ ૧૫૦૦ અને ૩૦૦૦ નો મોબાઈલ સહીત ૪૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે બીજી રેડ એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર ચાર માળિયા આવાસ પાસે કરી હતી આરોપી મેહુલ પાટડીયા અને અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૨૦૦ અને ૫૦૦૦ નો મોબાઈલ સહીત કુલ રૂ ૭૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

ત્રીજી રેડ એ ડીવીઝન પોલીસે નવલખી ફાટક પાસે કરી હતી આરોપી હરેશ પુરાનભાઈ થાવરાણી અને કિશન ખીટ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૭૫૦ જપ્ત કરી છે ચોથી રેડ શનાળા સીએનજી પંપ પાસે કરી હતી આરોપી અકીલ ઈરફાન અજમેરી અને હરેશ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.