

સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીનાં સ્મરણાર્થે થેલેસીમિયાનાં દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન સ્કાય મોલ, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં ‘થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓને કાજ રક્તદાન કરીએ’નાં સૂત્રથી સૌ મોરબીવાસીઓને રક્તદાન કરી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ સવારથી બપોર સુધીમાં ૨૦૦ લોકોએ રક્તદાન કર્યું હતું.વધુમાં વધુ લોકો રક્તદાન કેમ્પમાં સહભાગી બને તે માટે વિક્રમભાઈ દફતરી દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.