

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સુરજ્બાગને ૧.૭૫ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યા બાદ આજે મંત્રી કાન્તીભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, કમિશ્નર સંગીતાબેન રૈયાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
મોરબીનો સુરજ્બાગ ૧.૭૫ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે જે બાગ બનાવનાર કોન્ટ્રાકટરને ૨ વર્ષ સુધી બગીચાની જાળવણી રાખવાની શરત રાખવામાં આવી હોવાની મંત્રી કાંતિલાલે માહિતી આપી હતી તેમજ બગીચો લોકોની મિલકત છે જેની જાળવણી કરવી નાગરિકોની ફરજ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું બગીચામાં યોગા પોઈન્ટ, વોકવે, RO પ્લાન્ટ તેમજ રમત ગમતના બાળકો માટેના સાધનો રાખવામાં આવ્યા છે બગીચામાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે મોરબીવાસીઓને વધુ એક બગીચાની ભેટ મળી હોવાથી વડીલો અને બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી



