




હળવદ તાલુકાના જોગડ ગામની સીમ નજીક કચ્છના નાના રણ વિસ્તારમાંથી અંદાજે ૨૫ થી ૪૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જોગડ ગામની સીમ નજીક કચ્છના નાના રણ વિસ્તારમાં અંદાજે ૨૫ થી ૪૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે શરીરે ગોળ ગળાનું ટી-શર્ટ પહેરેલ છે. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ઇસમના મોતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે.
