ટંકારામાં હોટેલે જમવામાં વાર લાગશે કહીને છરીનો ઘા મારી ઈજા, મારી નાખવાની ધમકી

 

વીરપર ગામ નજીક આવેલ હોટેલે જમવા ગયેલ યુવાને જમવા આપવાનું કહેતા હોટેલ સંચાલકે વાર લાગશે કહીને બોલાચાલી કરી છરી વડે યુવાનને માથામાં એક ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય એક ઇસમેં ઢીકા પાટું માર માર્યો હતો

 

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ભાવિન વિનોદભાઈ ચાવડા (ઉ.વ.૨૪) નામનો યુવાને આરોપીઓ ઈમ્તિયાઝ કાદરી હોટેલ સંચાલક અને રાઠોડભાઈ રહે બંને વીરપર ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભાવિન વીરપર નજીક આવેલ કાદરી હોટેલ જમવા ગયો હતો અને જમવાનું આપવાનું કહેતા આરોપી ઈમ્તિયાઝને સારું નહિ લાગતા જમવામાં વાર લાગશે કહેતા જમવા બાબતે બોલાચાલી થઇ હતી જેથી આરોપી ઈમ્તિયાઝે જાતી પ્રત્યે અપમાનિત કરી ઉશ્કેરાઈ જઈને છરીનો એક ઘા માથાના પાછળના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રાઠોડભાઈએ ઢીકા પાટું માર મારી યુવાનને ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.