હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં વાહન સામસામે આવી ગયા બાદ જૂથ અથડામણ

પોલીસે ફરિયાદ નોધી તપાસ ચલાવી

            શહેરના લક્ષ્મીનારાયણ ચોકમાં યુવાન પોતાના મિત્ર સાથે થાર ગાડી લઈને બજારમાંથી જતો હોય ત્યારે ડબલ સવારી બાઈક સામે આવતા વાહન સામસામે આવી જતા બોલાચાલી કરી બે અજાણ્યા સહિતના છ ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સામાપક્ષે પણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

             હળવદ કરાચી કોલોનીમાં રહેતા દેવાભાઈ ગાંડુભાઈ સરૈયા (ઉ.વ.૩૫) યુવાને આરોપીઓ ઈમ્તિયાઝ યુનુસ ચૌહાણ, સકીલ ઇનુષ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો મુસ્તાક શેખ અને શાહરૂખ મહેબુબ મન્સૂરી તેમજ બે અજાણ્યા ઈસમો રહે હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમજ તેના કૌટુંબિક ભાઈ સામતભાઈ અને તેના પત્ની જશુબેન ત્રણેય થાર ગાડી લઈને બજારમાં રોડ પર જતા હતા ત્યારે આરોપીઓ ઈમ્તિયાઝ અને સકીલ બાઈક લઈને સામેથી આવતા વાહન સામસામે આવી જતા બોલાચાલી કરી હતી તેમજ બાદમાં અન્ય આરોપીઓએ આવી ગેરકાયદે મંડળી રચી ફરિયાદી દેવાભાઈને જાહેરમાં બીભત્સ ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

            સામાપક્ષે મોરબીના લાતી પ્લોટમાં રહેતા મોહસીન અબ્દુલ રાઠોડે આરોપીઓ સામત ભરવાડ, આર કે સોરીયા, નીલેશ ઠાકોર, જગો ડુડી, બાબુભાઈ અને વિજય મશરૂભાઈ તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અ. ૧૧ ના બપોરના સમયે ફરિયાદી અને તેનો સાળો શબીર જુસબ ચૌહાણ અને મામાનો દીકરો રસીદ ચૌહાણ ત્રણેય મામા ઈશાભાઈ ભટ્ટીના ઘરે ન્યાજ ખાવા ગયા હતા અને બપોરે હળવદ જમાતખાનામાં ન્યાજ ખાઈને જંગરીવાસ જતા હતા ત્યારે લક્ષ્મીનારાયણ ચોકમાં અમારા સમાજના સદામભાઈ સાથે થાર ગાડી વાળા માથાકૂટ કરતા હતા જેથી છોડાવવા ગયા હતા અને બાદમાં મામાના ઘરે જતા રહ્યા બાદમાં ઇકો ગાડી લઈને મોરબી જવા નીકળ્યા અને હળવદ મોરબી ચોકડી પાસે ચાની હોટેલે ઉભા હતા ત્યારે કાળા કલરની થાર ગાડી અને સફેદ કલરની સ્વીફ્ટ કાર આવી હતી જેમાંથી આરોપીઓ નીચે ઉતરી પાઈપ અને ધોકા વડે માર માર વ લાગ્યા હતા 

 

 

Leave A Reply

Your email address will not be published.