ટંકારાના ધ્રોલીયા ગામ નજીક ઇકો અને રીક્ષા ટકરાયા, રીક્ષા સવાર ત્રણને ઈજા

 

ધ્રોલીયા ગામના પાટિયા પાસે રીક્ષામાં કાકા-ભત્રીજા સહિતના જતા હોય ત્યારે ઇકો કારના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી જે અકસ્માતમાં કાકા-ભત્રીજા અને સાળાને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

ટંકારા સંધીવાસમાં રહેતા તોફીક હબીબ માંડવીયા (ઉ.વ.૩૨) વાળાએ ઇકો કાર જીજે ૧૬ બીજી ૦૭૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ ફરિયાદી તોફીક, ભત્રીજો સાહિલ અને સાળા અકરમ બધા સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૫૯૧૨ વાળીમાં નેકનામથી ટંકારા આવતા હતા ત્યારે ધ્રોલીયા ગામના પાટિયા પાસે ઇકો કારના ચાલકે પોતાની ઇકો પુરઝડપે ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી પાછળથી રિક્ષાને ભટકાડી અકસ્માત કરતા ફિયાળી તોફીકને સામાન્ય ઈજા, સાહિલને કપાળના ભાગે તેમજ દાઢીના ભાગે ગંભીર ઈજા કરી હતી અને અકરમને મણકામાં મુંઢ ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.