વાંકાનેર ઢુવા ચોકડીએ સ્પા વર્કરોની માહિતી નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

            ઢુવા ચોકડી પાસે આવેલ સ્પા સંચાલકે વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યો છે પોલીસે આરોપી સ્પા સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

            મોરબી એસઓજીમાં ફરજ બજાવતા રમેશભાઈ મુંધવાએ સ્પા સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી (ઉ.વ.૨૦) રહે નવા ઢુવા તા. વાંકાનેર વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જીગાભાઈ ડાભીએ ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાંઈ સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી તેમજ સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ જાહેરનામાં મુજબ નહિ રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાંનો ભંગ કર્યો છે વાંકાનેર તાલુકા પોલીસે સ્પા સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.